બોટાદના જળાશયોમાં પાણી નાખવામાં આવશે,#લોકડાઉન૪
વંદે માતરમ
સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વધુ એક સંવેદનશીલ પ્રજા લક્ષી નિર્ણય
બોટાદ મત વિસ્તાર ના ધારાસભ્ય શ્રી સૌરભભાઈ પટેલ દ્વારા તાજેતર માં ઉનાળા ની શરૂઆત ને ધ્યાને લઇ પીવાના તથા ખેતી માટે પાણી ની જરૂરિયાર ને ધ્યાને લઇ ને આગોતરું આયોજન કરવા માટે
બોટાદ જિલ્લા ના તળાવ-ડેમ માં સૌની યોજના અંતર્ગત પાણી ભરવા માટે માન. મુખ્યમંત્રી શ્રી ને ધારદાર રજુઆત કરવામાં આવેલ તેમજ આ બાબતે સૌરભભાઈ એ રજુઆત કરી મુખ્યમંત્રી શ્રી ના ધ્યાને આ બાબત લાવતા...
માન. મુખ્યમંત્રી શ્રી એ આપણી રજુઆત ખૂબ જ ટૂંકા ગાળા માં આપણી માંગણી ને ધ્યાને લઇ ને બોટાદ જિલ્લા ના તમામ તળાવ તેમજ ડેમ માં સૌની યોજના દ્વારા પાણી ભરવાની તાત્કાલિક મંજૂરી આપી છે
આગામી 20 મી તારીખ થી આ સૌની યોજના દ્વારા પાણી ભરવાના કાર્ય ની શરૂઆત થઈ જશે ...
એ બદલ નાના પાળીયાદ ના તમામ નાગરિકો વતી હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ..
મશરૂભાઈ ધોરીયા-(પુર્વ જીલ્લા પંચાયત સદસ્ય )અને હનુભાઈ મેણિયા( સરપંચ નાના પાળીયાદ. )