ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Vijay Rupani) ગુજરાત (Gujarat) પ્રદુષણમુક્ત (pollutionfree) બને તે માટે પહેલ કરી છે. ગુજરાત સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ પોલીસી (Electric Vehicle policy) જાહેર કરી છે. લોકો ઇલેક્ટ્રિક વ્હિકલ (Electric vehicles) વાપરતા થાય તેના માટે પ્રોત્સાહન આપવા માટે પોલીસી જાહેર કરવામાં આવી છે. આ પોલીસી ચાર વર્ષ માટે લાગુ પડશે. ઇ - વાહનજેવા કે 2 ,3 અને 4 વ્હિલર પર આ પોલીસી લાગું પડશે.
ઇ વાહનો માટે સબસિડી અપાશે
સીએમ વિજય રૂપાણીએ આ અંગેની જાહેરાત કરતા જણાવ્યું કે, ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ વપરાશ ઓછો થાય તે માટે આ જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત પહેલું રાજ્ય બનશે જે આવનારા 4 વર્ષ માટે આ પોલીસી લાગુ કરશે. તેમણે પોલીસી જણાવતા કહ્યું કે, 2 વ્હિલર માટે 20 હજાર સબસિડી સરકાર આપશે. આ સાથે 3 વ્હિલર માટે 50 હજારની સબસિડી અને 4 વ્હિલર માટે દોઢ લાખની સબસિડી સરકાર આપશે. આ પોલીસી 6 લાખ કાર્બન ઉત્સર્જન અટકાવશે અને રાજ્યને પ્રદૂષણમુક્ત બનાવશે.
રાજ્યમાં 500 સ્થળે ઇ -વાહન ચાર્જિંગ સ્ટેશન ઉભા કરાશે
સીએમ રૂપાણીએ વધુમાં જણાવ્યું કે, ઇલેક્ટ્રિક વાહનો ચાર્જ કરવા માટે ચાર્જિંગ પોઇન્ટ્સ બનાવવા માટે પણ રાજ્ય સરકાર સબસિડી આપશે. હાઇ વે હોટલો પર પણ ચાર્જિંગ પોઇન્ટ મૂકી શકાશે. કેપેટિલ ઇન્સેટીવ પણ આપવામાં આવશે. રાજ્યમાં વિવિધ 500 સ્થળ પર ઇ -વાહન ચાર્જિંગ માટે સ્ટેશન ઉભા કરાશે. હાલમાં 250 ચાર્જિંગ સ્ટેશનને મંજુરી અપાઈ છે અને આગામી સમયમાં અન્ય 250 ચાર્જિંગ સ્ટેશનને મંજૂરી આપવામાં આવશે.