ગુવારની વૈજ્ઞાનિક ખેતી પધ્ધત્તિને ઓળખો,અને વધુમાં વધુ ઉત્પાદન મેળવો

     
       ગુવાર એ અગત્યનો શાકબાજી
પાક છે. ગુવારની કુમળી સીંગોનો ઉપયોગ શાકભાજી તરીકે કરવામાં આવે છે (ગુવારની શાકભાજી માટેની
જાતો દાણાના ઉત્પાદન માટેની જાતો કરતા ગુણવતાની દ્રષ્ટીએ અલગ હોય છે. આ જાતોની સીંગો સુંવાળી રૂવાટી વગરની, લાંબી અને સ્વાદિસ્ત હોય
છે જ્યારે દાણા માટેની જાતો સીંગો
પ્રમાણમાં ટુકી, રુંવાટીવાળી અને સ્વાદમાં સાધારણ કડવાશવાળી તુરી
હોય છે) ગુવારની લીલી સીંગોમાં
સાધારણ રેસાવાળો કાર્બોદિત પદાર્થ,
વિટામીન ‘એ’ તેમજ ‘સી’ અને લોહતત્વ પ્રમાણમાં વિશેષ હોય છે
ગુવાર કઠોળ વર્ગનો શાકભાજી પાક
હોવાથી શાકભાજી ઉગાડતા ખેડૂતોની
જમીનની ફળદ્રુપતા સુધારવા માટે એક અગત્યનો પર્યાય છે. ગુજરાત રાજ્યમાં શાકભાજી માટે ગુવારની
ખેતી મુખ્યત્વે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં થાય છે. તેમ છતાં
રાજ્યના અન્ય જિલ્લાઓમાં વાતા
ઓછા પ્રમાણમાં શાકભાજી માટે ગુવારનું વાવેતર થાય છે.
આબોહવા:
ગુવારએ અર્ધ સૂકા વિસ્તારનો ખરીફ પાક છે જેથી આ
પાકને સાધારણ ગરમ અને ભેજ રહિત વાતાવરણ વધારે માફક આવે છે. ગુવારની શાકભાજી પાક
તરીકે ખેતી ચોમાચા ઉપરાંત ઉનાળુ ઋતુમાં પણ કરવામાં આવે છે. આ પાક્ને વધારે પડ્તી ગરમી (૪૦’
થી ૪૫’ સે.) તેમજ શિયાળાનુ નીચું તાપમાન અનુકુલ આવતું નથી. વધુપડ્તી ગરમીમાં પરાગરજ સુકાઈ
જવાના કારણે છોડ ઉપર સીંગો
બેસતી નથી. આ પાક્ને સતત વધારે
વરસાદ કે વધુ પડ્તો ભેજ બિલકુલ અનુકુળ આવતો નથી. વધારે ભેજના કારણે સતત વાનસ્પતીક વૃધ્ધી થાય
છે. 
જમીન અને જમીનની તૈયારી: 
   ગુવારના પાકને વધુ પડ્તી કાળી
ચીકણી તેમજ પાણીનો ભરાવ થર રહે તે સિવાયની દરેક પ્રકારની જમીન અનુકુળ આવે છે. ક્ષારીય
જમીન અને ક્ષારીય પાણી આ પાક્ને બિલકુલ અનુક્ળ આવતા નથી.આ પાકના વાવેતર પહેલા
જમીનમાં એક હેકટરે ૧૦-૧૨ ટ્નછાણીયું ખાતર આપી. ચોમાસામાં શાકભાજી માટે ગુવારની ખેતી
વરસાદનુ પ્રમાણ ઘટ્યા પછી થતી
હોવાથી તેમજ ઉનાળુ ખેતીમાં પાકની સમયાતરે પાણી આપવુ પડ્તુ હોવાથી યોગ્ય કદના ક્યારા બનાવી વાવણી
કરવાથી પિયત આપવામાં અનુકુળતા રહે છે અને જમીનમા પાણીનો ભરાવો થતો નથી.
 જાતો:
ગુવારના પાકમાં શાકભાજી તરીકે વપરાતી જાતો નીચે દર્શાવેલ છે.
 (૧) ગુજરાત શાકભાજી ગુવાર
૧૧ (આનંદ બહાર):
આ જાતનું ચોમાસુ પૂરું થવાને અંતે એટલે કે ઓગષ્ટ માસના બીજા પખવાડીયામાં વાવેતર કરવામાં
માટે ભલામણ કરવામાં આવે છે. આ જાતના ગુવારની શીંગો ઘેરા લીલા રંગની, લાંબી અને ઝૂમખામાં
શીંગો લાગે છે જેના પરિણામે આ જાત પૂષા નવબાહર કરતાં ૨૭ ટકા જેટલું વાધરે ઉત્પાદન આપે છે. આ
જાતમાં ફાઈબર (રેસાઓ)ની માત્રા વધારે જોવા મળે છે. આ જાતમાં અલ્ટરનેરીયા બ્લાઇટ અને બીન
કોમન મોઝેક વાયરસ (BCMV) નામના રોગોનું પ્રમાણ ખૂબ જ ઓછું
જોવા મળે છે સાથે સાથે ચૂસીયા પ્રકારની જીવાતોનું પ્રમાણ પણ નહિવત જોવા મળે છે. આ જાતનું
સરેરાશ ઉત્પાદન ૧૪૮ ક્વિન્ટલ પ્રતિ હેક્ટર આવે છે.
(૨) પુસા નવબહાર:
આપણા રાજયમાં શાકભાજી તરીકે ખૂબ પ્રચલીત અને માંગવાળી જાત છે. આ જાત ખુબજ ઠંડીના
સમયગાળા સિવાય વર્ષ દરમ્યાન કોઈ પણ રૂતુમાં વાવી શકાતી હોવાથી તેને નવબહાર નામ આપેલ
છે. આ જાતનો છોડ ડાળીઓ વગરનો
સીધો વધતો હોય છે, છોડ ઉપર શીંગો ઝુમખામાં સતત આવતી હોય છે. ઝુમખામાં આવેલી મોટાભાગની
શિંગો એકસાથે તૈયાર થાય છે જેથી વીણી કરવામા ખુબજ અનુકુળતા રહે છે. આ જાતને શીંગો ૧૫ સે.મી.
જેટ્લી લાંબી તલવાર આકારની, પાતળી, સુવાળી ઉત્તમ ગુણવત્તાવાળી હોય છે. જે શીગોમાં દાણા જલ્દી
ભરાતા નથી. તેમજ દાણાનું કદ શીગના પ્રમાણમાં નાનુ રહેતુ હોવાથી આ જાત શાક્ભાજી માટે ખુબજ
અનુકુળ છે. આ જાત જીવાણુંથી થતા બેક્ટેરીયલ બ્લાઈટ નામના રોગ સામે
પ્રતિકારક શક્તિ સાધારણ ઓછી હોવાથી ચોમાસાની રૂતુમા ઓગષ્ટ માસ પછી વાવેતર કરવું હિતાવહ
છે. આ જાતની લીલી શીંગોની પ્રથમ વીણી ૪૫-૫૦ દિવસથી મળવાની શરૂઆત થાય છે. અંદાજે ૧૨,૦૦૦-
૧૫,૦૦૦ કિલો/હેક્ટર ઉત્પાદન્ મળે છે. 
 (૩) પુસા સદાબહાર:
આ જાતની વાવણી અતિ તીવ્ર ઠંડી
સિવાય વર્ષ દરમ્યાન કોઈપણ રુતુમાં થતી હોવાથી તેને સદાબહાર તરીકે ઓળખવામાં આવે છે અર્થાત બંને
રૂતુ માટે અનુકુળ છે. આ જાતના છોડ ડાળીઓ વગરના અને વાવેતર બાદ ૫૫ દિવસ પછી પ્રથમ વીણી
શરૂ થાય છે પર્ંતુ શીંગોની ગુણવત્તા નબળી હોવાથી આ જાતની શીંગોની માંગ ઓછી રહે છે અને પ્રમાણમાં
ખુબ ઓછુ વાવેતર થાય છે.

Post a Comment

Previous Post Next Post