તાણથી બચવા કરો આ ઉપાય અને મેળવો મનની શાંતિ

 તાણથી આવી રીતે બચો
        તાણ દરેકના જીવનમાં કોઈ ને કોઈ રૂપે આવે છે જેઓ તેનો જેટલી સારી રીતે વહીવટ કરે છે , તેઓ તેટલા જ સારી રીતે જીવન જીવતાં શીખી જાય છે તાણની અધિકતા જેમ શરીર અને મન ઉપર દબાણ વધારે છે અને રોગોની શરૂઆતનું કારણ બને છે , તેમ તાણથી મુક્તિ - વ્યક્તિને ઊર્જાવાન , આત્મવિશ્વાસુ અને વિજયી બનાવે છે . તાણ એટલે સ્ટ્રેસ ખેંચાણ . - તાણને કારણે આપણી માનસિક સ્થિતિ ખેંચાયેલા રબર જેવી થઈ જાય છે , જે ફરીથી પોતાની સામાન્ય અવસ્થામાં આવવા માગે છે , પરંતુ ખેંચાયેલી રહેવાને કારણે નથી આવી શકતી અને જયારે આ ખેંચાણ વધુ પડતું થઈ જાય છે , તો રબર જ તૂટી જાય છે .
         બરાબર એવી જ સ્થિતિ માણસના જીવનની પણ હોય છે . તાણનું શરૂઆતનું કારણ બહુ નાનું હોય છે , પણ તેના પર ધ્યાન આપવામાં ન આવે , પછી જયારે તે કારણ મોટું સ્વરૂપ લઈ લે છે ત્યારે તેની ઉપેક્ષા અસંભવ થઈ જાય છે અને તે મોટી તાણનું કારણ બની જાય છે . આ રીતે તાણનું રૂપ પહેલાં નાનું જ હોય છે , પરંતુ પછીથી વધી જાય છે . જેવી રીતે કોઈ પડદામાં નાનકડું કાણું પડી જાય , તો શરૂઆતમાં તો તે દેખાતું જ નથી પણ જો તેને સીવી લેવામાં ન આવે તો ધીરેધીરે તે કાણું વધતું જાય છે અને પછી એટલું મોટું થઈ જાય છે કે બધાને દેખાવા લાગે છે , ખટકે છે પછી કાં તો પડદા બદલી નાંખવા પડે અથવા તો કાણું બંધ કરવાની વ્યવસ્થા કરવી પડે છે . બરાબર એમ જ શરૂઆતમાં નાના સ્વરૂપે સામે આવતી તાણનો ગ્ય વહીવટ કરવામાં ન આવે તો તે ધીરે - ધીરે મોટું સ્વરૂપ પકડી લે છે . એવામાં કાં તો તેનો વહીવટ કરવો પડે છે અથવા પછી તેને છોડી દેવું જ બરાબર હોય છે . તેમાંથી પહેલી અવસ્થા , જેને વહીવટ કરવો કહીએ છીએ , તે ફાઈટ એટલે ઝઝુમવાની અવસ્થા છે અને બીજી અવસ્થા લાઈટ એટલે કે ભાગવાની છે પરિસ્થિતિઓ સાથે ઝઝૂમવાની અને ભાગવાની અવસ્થા બધાના જીવનમાં આવે છે . જે સાહસિક હોય છે , ધીરજવાન હોય છે , વિવેકશીલ અને ઉદ્યમી હોય છે તેઓ પડકારને સ્વીકારવામાં અને પરિસ્થિતિઓ સાથે ઝઝૂમવામાં ભરોસો રાખે છે અને જે માનસિક તેમ અને શારીરિક રીતે નબળા અક્ષમ અને ડરપોક હોય ત્મવિશ્વાસુ છે , તેઓ પરિસ્થિતિઓથી મોઢું ફેરવી લે છે . . આજકાલ તાણને જીવનનો પર્યાય કહીએ તો તેમાં ખેંચાયેલા અતિશયોક્તિ નહિ લાગે . સવારથી મોડી રાત સુધી સામાન્ય માણસના જીવનમાં ભાગમભાગ ચાલતી રહે છે . તેની રહેવાને પાસે એટલાં કામ હોય છે કે ચોવીસ કલાકમાં દિવસ વધુ રાત પણ તેને નાના પડતા હોય એમ લાગે છે . તે ઉપરાંત કેટલીય જાતનાં દબાણ રહે છે . તેમ છતાં કેટલાક લોકોનું જીવન સંતુલિત અને વ્યવસ્થિત હોય છે તેનું કારણ એ હોય છે કે તેઓ તાણનો વહીવટ યોગ્ય સમયે યોગ્ય રીતે કરવાનું શીખી લે છે . એવા લોકો પોતાની જીવનશૈલી એવી રીતે વ્યવસ્થિત કરે છે કે તાણ તેમને તાણ નથી આપી શકતી . તાણમુક્ત જીવનશૈલીના કેટલાક મુખ્ય ગુણ છે 


- ( ૧ ) ટાઈમ મેનેજમેન્ટ એટલે કે સમય પ્રબંધન - સમયનો કાર્ય અનુસાર જો પ્રબંધ કરવામાં ન આવે તો તે તાણનું સૌથી મોટું કારણ બને છે . તેથી તાણના વહીવટમાં સૌથી પહેલાં એ જરૂરી છે કે પોતાના કાર્યની પડદા યાદી બનાવવામાં આવે અને તેમાં પ્રાથમિકતા નક્કી કરવાની કરવામાં આવે કે જ્યાં કામ કરવાં સૌથી જરૂરી છે , શરૂઆતમાં પછી ભલે તે કાર્ય મુશ્કેલ કેમ ન હોય ? તેને કરવાની શરૂઆત કરવામાં આવે . મોટા ભાગે લોકો કાર્યની મુશ્કેલી જોઈને તેને ટાળી દેતા હોય છે , પરંતુ પછીથી જયારે તે કામ કરવા માટે ઓછો સમય બચે છે , તો તાણમાં આવી જાય છે અને જેમ તેમ પૂરું કરી દે છે . આને ધ્યાનમાં રાખતાં શરૂઆતથી જ પોતાની ક્ષમતાઓની ચકાસણી કરીને કાર્યો કરવાનો ક્રમ નક્કી કરી લેવો જોઈએ . જો કાર્ય અત્યંત મુશ્કેલ હોય , તો તેને પૂરું કરવા બીજાઓની મદદ , સૂચન અને અનુભવનો સહારો લઈ શકાય છે . મુશ્કેલ કામ મુશ્કેલીથી જ પૂરાં થાય છે અને જો તેને પૂરતો સમય આપવામાં ન આવે , તો પછી તે અધૂરાં રહી જાય છે અને પછી ઓછી ગુણવત્તા સાથે પૂરાં થાય છે . તેથી જે કાર્ય મુશ્કેલ હોય , તેને પણ પ્રાથમિકતાની યાદીમાં અત્યંત જરૂરી કાર્યની સાથે સામેલ કરી લેવું જોઈએ અને ધીમે ધીમે સમય આપતાં તેને પૂરું કરવું જોઈએ . તેમાં એક વાત અવશ્ય ધ્યાન રાખવી જોઈએ કે તેના કારણે વર્તમાનમાં જરૂરી કાર્યો પૂરાં કરવામાં અવરોધ ન આવે .

 ( ૨ ) જીવનશૈલી સુધારીએ અને બદલીએ . 
આપણી જે જીવનશૈલી છે , એ એક જ ઢાળમાં ન હોય , તેમાં સમય અનુસાર પરિવર્તન અને નવીનતા આવે . એક જ પ્રકારની જિંદગી આપણને ભારરૂપ લાગવા માંડે છે , તેથી આપણી દિનચર્યામાં અને કામ કરવાની રીતમાં બદલાવ લાવવો જોઈએ . એમ કરવાથી આપણે વધારે ફૂર્તિ અને જાગૃતિ સાથે કામ કરી શકીશું અને આપણે તાણ પણ ઓછી કરી શકીશું . આપણી જીવનશૈલી એવી હોવી જોઈએ જે આપણને સ્કૂર્તિલા બનાવે , તાણમુક્ત કરે , નહિ કે તાણ વધારે . તેથી આપણી જીવનશૈલીમાં અમુક કામ સમયસર કરવું યોગ્ય છે . જેમ કે – સમયસર સૂઈ જવું અને ઊઠવું , જેનાથી ઊંઘ પૂરી થાય અને મન તાજગી અનુભવે . તેવી જ રીતે રોજ - બરોજનાં કામ સમયસર આટોપવાં , જેનાથી બિનજરૂરી તાણથી બચી શકાય છે અને તન - મનમાં તાજગી પણ આવે છે . સમયસર પોષક તત્ત્વોથી ભરેલું ભોજન કરવું , જેનાથી શરીરને પોષકતત્ત્વો મળે , કારણ કે જો શરીરને જરૂરી પોષક તત્ત્વન મળે તો તે પણ આપણા થાક અને તાણનું કારણ બને છે .
      ( ૩ ) આપણી મર્યાદા સમજીએ - કેટલીયવાર પોતાની તાણનું કારણ વ્યક્તિ પોતે જ હોય છે . તે બીજાના કામ માટે ના નથી પાડી શકતી અને તે પોતાના પર દબાણ વધારી દે છે . તેથી વ્યક્તિએ પોતાની ક્ષમતાઓ અને મર્યાદાઓ સમજવી જોઈએ , જે કામ પોતાના સમય અને ક્ષમતાની મર્યાદામાં હોય , તે કરવામાં કોઈ સંકોચ ન રાખવો જોઈએ પણ જે કાર્યોથી આપણા મહત્ત્વપૂર્ણ કાર્યને અસર થાય છે તે ટાળવાંટાળવાંજોઈએ અથવા તેને તે સમયે કરવા માટે ના પાડી દેવી જોઈએ . બીજાને મદદ કરવી સારી વાત છે , તેનાથી જરૂર પડ્યે આપણને પણ મદદ મળે છે , પણ બીજાની મદદ માટે આપણી મદદ કરવાનું ભૂલી જવું - એ ખોટું છે . જો કોઈ પાણીમાં ડૂબી રહ્યું હોય અને તરવાનું ન આવડતું હોય છતાં પણ તેને બચાવવા માટે પાણીમાં કૂદી પડવાથી એકના બદલે બે જણ ડૂબી જશે . તેથી એ વખતે એવી વ્યક્તિની જરૂર છે જે તરવાનું જાણતી હોય અને તરીને બચાવવામાં પણ કુશળ હોય અથવા એવી યુક્તિ હોય જેનાથી તે ડૂબતી વ્યક્તિને બચાવી શકાય . તેથી પોતાની મર્યાદાઓ જાણવી જોઈએ અને કાર્યો કરવા માટે યુક્તિનો આધાર લેવો જોઈએ .
 ( ૪ ) વાદ - વિવાદથી બચીએ -
 વાદ - વિવાદ નિરર્થક હોય છે , તેમાં બહુ બધો સમય વ્યર્થ જાય છે અને સાથેસાથે તેમાં માત્ર અહંકાર અને બૌદ્ધિકતાનું પ્રદર્શન થાય છે . તેથી બહુ બોલવાને બદલે , બહુ કરવા પર વિશ્વાસ રાખવો જોઈએ અને વ્યર્થ વાતોથી બચવું જોઈએ . કેટલીય વાર વાદ - વિવાદ પણ આપણને બિનજરૂરી તાણ આપે છે , જે આપણને માનસિક રૂપે પરેશાન કરે છે , તેથી તેનાથી બચવું જોઈએ .

 ( ૫ ) મનોરંજન અને ઈનામ પણ જરૂરી - જીવન માટે જેટલાં કામ અને આરામ જરૂરી છે , એટલું જ જરૂરી છે – મનોરંજન અને સારી રીતે કામ થઈ જવા માટે ઈનામ . એક જ જાતનું કામ કરતાં કરતાં જો મન ભારરૂપ થઈ જાય , તો થોડા સમય માટે મનોરંજન કરી લેવું જોઈએ , મનને ગમતું કરી લેવું જોઈએ , હળવાફૂલ કામ કરી લેવા જોઈએ , જેમાં મન લાગે એવાં કામ થોડા સમય માટે કરી લેવાં જોઈએ . તેનાથી મન પ્રફુલ્લિત થાય છે અને પછી નવી ઊર્જા સાથે કામ થાય છે . તેથી આપણા મહત્ત્વના કામની વચ્ચે વચ્ચે થોડો આરામ કરીએ અને મનને વિશ્રાંતિ આપીએ . મનને બહેલાવીએ , તેનાથી તાણ પણ ઓછી થાય છે અને કામ પણ સારું થાય છે . જીવનમાં આવતી તાણનો વહીવટ કરવા માટે આપણે એક જ જાતની ટેવો અને કામ કરવાની રીત અપનાવવી ન જોઈએ , તેમાં સમય અનુસાર પરિવર્તન કરવું જોઈએ અને પોતાની યોગ્યતા અને આવડતને સતત વધારતા રહેવું જોઈએ .


 

Post a Comment

Previous Post Next Post