આ એક એવું ફળ છે કે ફળતો ઉપયોગી જ છે સાથે સાથે તેની નકામી છાલ ખુબ ઉપયોગી છે ઉપયોગી દાડમની નકામી છાલના પણ અનેકગણા ફાયદા છે. સામાન્ય રીતે દાડમના દાણાનો ખુબ જ ઉપોયોગ કરવામાં આવતો હોય છે અને તેની છાલને નકામી ગણીને ફેંકી દેવામાં આવતી હોય છે . પરંતુ દાડમની છાલના પણ અનેકગણા ઉપયોગ છે.ચહેરા પરની કરચલી દૂર કરીને એન્ટી એજિંગ કરે છે . દાડમની છાલ ત્વચામાં કોલેઝનનો નાશ કરતાં રોકીને સેલ્સના વિકાસને ઉત્તેજન કરે છે. આથી તમારી વધતી ઉમર અને ચહેરા પરની કરચલીના દેખાતી ઓછી કરે છે. સૌ પ્રથમ દાડમની છાલને તડકામાં સુકવી દેવી તેનો ભૂક્કો(powder) કરી એક ડબ્બામાં ભરી લેવો. આ પાવડર ચહેરા પર લગાવતી સમયે આ રીતે પેસ્ટ બનાવો દાડમની છાલના પાવડરમાં થોડુ દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવી લેવી. ઓઇલી ત્વચા હોય તો દૂધના સ્થાને ગુલાબજળ મિક્સ કરવું. આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો અને સુકાઇ જાય પછી હુંફાળા પાણીથી ચહેરો ધોઇ નાખવો . અઠવાડિયામાં બે વખત આ પ્રયોગ કરવાથી કરવાથી ફાયદો થાય છે. હૃદય માટે ગુણકારી છે દાડમની છાલ : દાડમની છાલ એન્ટી ઓક્સિડન્ટથી ભરપુર હોવાથી હૃદય રોગ સામે લડવામાં ખુબ મદદ કરે છે. સાથે સાથે કોલેસ્ટ્રોલના લેવલને પણ ઓછો કરવામાં મદદ કરે છે. તાણને ઓછું કરે છે. એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચો દાડમની છાલનો પાવડર ભેરવી પીવું. એકાંતરે પીવાથી ફાયદો થાય છે.
મોઇશ્ચરાઇઝરનું કામકરે છે: દાડમની છાલ ત્વચા પર મોઇશ્ચરાઇઝરનું કામ કરે છે. તે ત્વચાને પ્રદૂષણના પ્રભાવથી રક્ષણ આપે છે. ત્વચાના પીએચ લેવલને સંતુલનમાં રાખે છે. દાડમની છાલમાં સમાયેલ એલાઝિક એસિડ ત્વચાને મુલાયમ રાખે છે. દાડમની છાલના પાવડરમાં થોડું દહીં ભેળવીને પેસ્ટ બનાવી ચહેરા પર લગાડી રાખવું. દસ મિનીટ પછી ધોઇ નાખવું.
સનસ્ક્રીનની માફક કામ કરે છે: દાડમની છાલમાં સન-બ્લોકિંગ એજન્ટ પણ હાજર હોય છે. જે ત્વાચને હાનિકારક યૂવીએ અને યૂએબી કિરણોથી બચાવવમ મદદ કરે છે. જે ત્વચાના કેન્સરને રોકવામાં ખુબ મદદ કરે છે. સનટેનથી પણ છુટકારો પામી શકાય છે. દાડમની છાલના પાવડરમાં લોશન અથવા ક્રીમ સાથે ભેળવીને પેસ્ટ બનાવવી. ઉપરાંત તેમાં કોઇ પણ તેલ પણ ભેળવી શકાય છે. પેસ્ટ બનાવીને ચહેરા પર લગાડવી.
મુખ દુર્ગંધ દૂર કરવામાં મદદ કરે છે: દાડમની છાલના પાવડરથી મુખની દુર્ગંધ દુર થાય છે તેમજ પેઢાનો સોજો ચડીયો હોય તો સોજો ઉતરી જાય છે અને મુખમાંના છાલ પર લાભકારી છે. દાડમની છાલના એક ચમચો પાવડરને એક ગ્લાસ પાણી સાથે ભેળવવું આ મિશ્રણથી દિવસમાં બે-ત્રણ વખત કોગળા કરવા આમ કોગળા કરવાથી મોમાંથી આવતી દુગંધ દુર થાય છે.