આજુ બાજુ ની ખુશીઓ માટે જાગૃત બનો

     
  આજુબાજુની માટે કલ્પના કરો કે તમે આ લેખ વાંચી રહ્યા છો અને તમારા દરવાજા પર કોઈ ટકોરા મારી રહ્યું છે . તમે દરવાજો ખોલો છો અને વ્યક્તિ કહે છે , કૃષ્ણ છું . તમે આધુનિક કપડા પહેરેલા વ્યક્તિની સામે જોઈને પૂછો છો , “ કોણ કૃષ્ણ ? ' એ કહે છે , ‘ એ જ કૃષ્ણ જેની તું પૂજા કરે છે . મેં વિચાર્યું કે હું એક સપ્તાહ માટે ચોવીસ કલાક તમારી સાથે રહું . ચિંતા ના કરો , મને તારા સિવાય કોઈ બીજું જોઈ કે સાંભળી શકશે નહીં . હું બસ જોવા માગું છું કે તું જિંદગી કેવી રીતે જીવે છે . ' તમે એ વ્યક્તિને અંદર લાવો છો , પરંતુ તમારી પત્નીને તેને જોઈ શકતી નથી . તે એવો વ્યવહાર કરે આજુ - બાજુમાં કોઈ ન હોય , હવે તમે તૈયાર થઈને કામ પર જઈ રહ્યા છો . તમે કારમાં બેસો છો અને જુઓ છો કે બીજી સીટ પર પહેલાંથી જ કોઈ છે .
   રસ્તામાં એક ક્લાયન્ટનો ફોન આવે છે . ચર્ચામાં તમે તેને કહેવા માગો છો કે , ‘ આ કિંમત માત્ર તમારા માટે છે અને આટલી સસ્તામાં કોઈ આપતું નથી ' . પરંતુ તમે આવું બોલી શકતા નથી , કેમ કે તમે જાણો છો કે , એ જૂઠ છે , જે તમે દરરોજ બધાને કહો છો . તમે કૃષ્ણની સામે જુઓ છો અને ભગવાન આંખો – આંખોમાં જ કહે છે , “ તમે ચાલુ રાખો ' . અચાનક તમે કિંમતમાં કેટલાક સો રૂપિયા ઓછા કરી દો છો અને ઉપર કહેલી વાત ફરીથી બોલો છો . તમે જાણો છો કે , હવે તમે સાચું બોલી રહ્યા છો . પછી એ દિવસમાં તમે એ જ કરો છો , જે એક સારા મનુષ્યએ કરવું જોઈએ , કેમ કે તમારા પર સતત કૃષ્ણની નજર છે . તમે પત્નીનો ફોન ઉઠાવો છો અને તેને એક વખત પણ કહેતા નથી કે ' મીટિંગમાં છું ’ , કેમ કે તમે ન હતા . તમારી પત્ની પૂછે છે , ' આજે અચાનક કોઈ મીટિંગ નથી ? ' , આખો દિવસ ઓફિસના બાકી લોકોને પણ આવું જ લાગે રાત્રે ઊંઘતા સમયે તમને એક અલગ અહેસાસ થાય છે , જેને તમે સમજાવી શકતા નથી . તમે ખુદને સમજાવો છો કે , ‘ હું ખરાબ વ્યક્તિ છે નથી , પરંતુ હું હંમેશા મારા હિત પહેલાં રાખું છું , જેવું કે આ વ્યવસાયિક દુનિયામાં બધા કરે છે ' . જોકે , આજે કંઈક અલગ હતું . તમે એવો જ વ્યવહાર કર્યો , જેવો તમને બનાવનારાએ પૃથ્વી પર મોકલીને તમારી પાસે અપેક્ષા રાખી હતી . મને આ વ્હોટ્સએપ સ્ટોરી ત્યારે યાદ આવી જ્યારે મારી પત્નીએ બાલાજીની મૂર્તિ મારી કારમાં મૂકી , કેમ કે હું કામ માટે લાંબી ટ્રિપ પર જઈરહ્યો હતો . તે બોલી , ‘ સાવધાની રાખજો અને આ તમારી સુરક્ષા કરશે , નજર રાખો ' , માર્ચના લોકડાઉન પછી મારી . આ પ્રથમ ટ્રિપ હતી . ‘ નજર રાખો ’ શબ્દ મારા મનમાં ગુંજતા રહ્યા અને હું ટ્રિપમાં દરેક પગલે સાવધાન રહો . વારંવાર હાથ ધોવાથી . માંડીને સ્વચ્છતાના બીજા વ્યવહાર , જેમ કે માસ્ક પહેરવા સુધીનું ધ્યાન રાખ્યું . જેનું આપણે ઘરે વડીલોની હાજરીમાં ‘ કડકાઈથી પાલન કરીએ છીએ પરંતુ સામાન્ય રીતે એવી વસ્તુઓ ભૂલી જઈએ 
છીએ , એટલા માટે નહીં કે આપણે બેજવાબદાર છીએ , પરંતુ ધ્યાન ન આપવાને લીધે . ‘ કોન્સિયસ લિવિંગ ” ( જાગૃત જીવન ) નો અર્થ શું છે ? તેનો અર્થ છે કે , તમારા જીવનને નિયંત્રિત કરવું , સમજી - વિચારીને નિર્ણયો લેવા અને જે જીવન આપણી સાથે ઘટી રહ્યું છે , તેની સાથે સમાધાન કરવાને બદલે એ જીવન જીવવું , જે આપણે ઈચ્છીએ છીએ , કન્ફર્મેશન વિથ ગોડ ' સીરિઝના અમેરિકન લેખક નીલ ડોનાલ્ડ વોશ કહે છે કે તમારી મરજીથી જીવેલું જીવન , જાગૃતિ કાર્યોનું જીવન છે . મરજી વગર જીવેલું જીવન અવચેતન રચના છે . ફંડા એ છે કે , જો તમે એવી જાગૃતિ સાથે જીવો કે ઈશ્વર માત્ર મુર્તિઓમાં નથી , પરંતુ દરેક ક્ષણો આપણી સાથે છે તો આપણી આજુ આજ એક શાનદાર દુનિયા બનાવી શકીએ છીએ .સૌજનય-દિવયભાસ્કર

Post a Comment

Previous Post Next Post