જમીન ઉપરના હક્કોમાં તમારા કયા કયા હકો છે. જાણો હક્ક પત્રક દ્વારા .






જમીન ઉપરના હક્કોમાં તમારા કયા કયા હકો છે. જાણો હક્ક પત્રક દ્વારા .


હકકનું પત્રક મહેસુલી રેકર્ડમાં સૌથી અગત્ય નું પત્રક છે. કારણ કે કબજેદાર કે ખાતેદારની જમીન પરત્વેના હકકો કેવી રીતે પ્રાપ્ત થયા છે તે અંગેનું મુખ્ય રેકર્ડ છે અને ત્યારબાદ વખતો વખત જમીનને લગતા વ્ય‍વહારોની નોંધ હકકના પત્રકમાં સતત થતી રહે છે. હકકનું પત્રક રોજનીશીના આકારમાં રાખેલું છે.

જેમાં પ્રથમ નોંધેલા તથા નોંઘ્યા વગરના દસ્તાવેજથી વારસાથી, મોઢાની કબુલાતોથી, અગર બીજી રીતે સંપાદન કરેલા જમીનના માલિકોના કબજેદારોના ગીરો રાખનારના, ખેડૂતો (ગણોતીયા) ના અગર જમીનની ગણોત, અથવા મહેસૂલ લેવાની મુખત્યાર હોય તેઓના સઘળા ખાનગી હકોની તેમજ સાર્વજનિક હકોની અને સફીલદારીના (ઈઝમેન્ટાના) તેમજ સરકારના જમીન ઉપરના સઘળા હકોની વિગતો આપવામાં આવે છે.
સદરહુ હકો પછીથી દરેક ગામના સરવે નંબરના અનુક્રમ મુજબ જમીન બાબતની અનુક્રમણિકા માં દાખલ કરવામાં આવે છે અને દરેક સરવે નંબરથી પેટા હિસ્સાની કબજા પ્રમાણે જુદી જુદી નોંધ કરવામાં આવે છે.


 

હક્કપત્રક શું છે અને તેમાં કઈ કઈ બાબતોની નોંધ થાય છે.?

હક્ક પત્રક એ ડાયરીના નમુનામાં (ગામ નમુના નં-૬ માં) રખાતું એક પાકુ રજીસ્ટોર છે. જેમાં જમીન પરત્વેે ના બધા ખાનગી હક્કો પછી તે રજીસ્ટાર કે અનરજીસ્ટસર લખાણો ધવારા મેળવ્યાા હોય, વારસાઇથી, બીજી રીતે મેળવ્યાખ હોય તેમાં ખઅધિકૃત કબજેદાર, ગીરોદાર ગણોતીયા, વગેરેની હક્કો નોંધાય છે.

ઉપરાંત જાહેર કહ્કો અન્યજના સુખ્કો તથા તકરારી હક્કોની નોંધ્‍ રહે છે. મહેસૂલી હિસાબો આ હક્કપત્રકના આધારે રખાતા હોય તે કબજેદારની જવાબદારીનું રેકર્ડ પણ કહેવા યછે. અને હક્કપત્રક મુજબનો જે તે જમીનનો કબજો ધરાવતો હોય તેના મહેસૂલ માટે જવાબદાર છે.


 

જમીન ઉપરના હક્કોમાં તથા તેની એન્ટ્રી માં વખતો વખત થતા ફેરફારો સામાન્ય કેવા પ્રકારના હોય છે.

(૧) કૌટુંબિક મૌખિક વહેંચણી

(ર) મોહમેડન લો અન્વરયેની બક્ષીથી તથા જવેવેચાણ, વેચાણ રીલીઝ , બક્ષીસ, ગીર, શાનગીરો, શરતી વેચાણના રજીસ્ટીર્ડ દસ્તાચવેજથી

(૩) હક્કપત્રકમાં જે વ્યમકિતનું નામ કબજેદાર તરીકે ચાલતું હોય તે ગુજરી જવાથી, વારસાઇ હક્કથી અગર ગુજરનારના રજીસ્ટયર્ડ કે અનરજીસ્ટકર્ડ (છેલ્લાી) વીલથી પ્રાપ્તર કરનારની અરજીથી

(4) સક્ષમ મહેસૂલ અધિકારીઓના કે સરકારશ્રી નાં હુકમો અન્વ યે સરકારી જમીન કાયમી ધોરણે કોઇપણ વ્યનકિત ને કે સંસ્થા્ને ગ્રાન્ટો થવાથી

(પ) ખેતીની જમીનને બિનખેતીમાં રૂપાંતર કરવાથી

(૬) નવી શરતની કે મર્યાદિત સત્તા પ્રકારથી મળેલ જમીનને તબદીલપાત્ર સત્તા પ્રકારના એટલે જુની શરતમાં ફેરવવાથી

(૭) કોઇ ખેતીની જમીન ઉપર ગણોત હક્ક પ્રાપ્તે કરવાથી

(૮) જમીનને તારણમાં મુકવા અગર જીબી ભરપાઇ થવાથી

(૯) દિવાની કોર્ટ ના હુકમનામાથી.


 

હક્કપત્રક કેવી રીતે રાખવામાં આવે છે.

હક્કપત્રક માટે મુખ્યા બે ફોર્મ્‍ ઠરાવાયા છે. એક ગામનો નમુના નં-૬ અને બીજો પાણીપત્રક ગામના નમુના નં-૭-૧ર , ગામના નમુના નં-૬ ડાયરી જેવું રજીસ્ટાર છે જેમાં ફેરફારની નોંધનો નંબર પ્રાપ્તબ થયેલ હક્કનો પ્રકાચર તથા કયા સરવે નંબરઃ પોત હિસ્સાા નંબરની અગર બ્લોબક ની જમીન ઉપર હક્ક પ્રાપ્તબ થયે / મલ્યોટ તેની યાદી વિગેરે બાબત આવે છે.

ગામ નમુના નંબર ૭ -૧ર એ હક્કપત્રક નું સાંકળીયુ છે. કેમ કે પ્્રગમાણિત થયેલ નોંધ નો ક્રમાંક ફેરફારના આધાર તરીકે નોંધાય છે. અને જે કબજેદારના હક્ક કમી થયા હોય તેને કેસ કરી નવા કબજેદારનું નામ દાખલ કરવામાં આવે છે.


 

નોંધ પ્રમાણિત થવાથી કોઇ ગેરકાયદેસર વ્યવહાર કાયદેસર થઇ જાય છે.

નાં નોંધ પ્રમાણિત થવા છતાં કોઇ ગેરકાયદેસર વ્યવવહાર કાયદેસર થતો નથી. તે ગેરકાયદેસર જ રહે છે.

એંટ્રી પ્રમાણિત કરવા માટે સક્ષમ અધિકારી કોણ.

નાયબ મામલતદાર કક્ષા થી ઉતરતી કક્ષાના ન હોય તેવા કોઇપણ મહેસૂલી અધિકારી હકકપત્રકે ગામ નમુના નંઅ૬ માં પાડેલ ફેરફાર એન્ટ્રી પ્રમાણિત કરી શકે છે. આવા અધિકારી માં જિલ્લા જમીન દફતર નિરિક્ષકશ્રીઓનો પણ સમાવેશ થાય છે.

મહેસૂલી કામ કરતા નાયબ મામલતદાર સિવાય જે અવલ કારકુન એટલે નાયબ મામલતદારને કલેકટરશ્રી તરફથી આવા અધિકારો મળ્યા હોય તેઓ પણ એન્ટ્રીમઓ પ્રમાણિત કરી શકે છે. સર્કલ ઓફીસર ને પણ એન્ટ્રી ઓ પ્રમાણિત કરવાની સત્તા છે.


 

તકરારી રજીસ્ટસરે સક્ષમ અધિકારી તર કથી લેવાયેલ નિર્ણય સામે કોઇ પક્ષકારને નપ્રપ્જગી અગર અસંતોષ
હોય તો તે દુર કરવા કયી જાતની જોગવાઇ છે.?

મામલતદારશ્રી અગર સક્ષમ અધિકારીશ્રી ના નિર્ણય થી અસંતોષ હોય તેવા પક્ષકાર તે નિર્ણય ની જાણ થયાની તારીખથી ૬૦ દિવસ ની મુદતમાં સંબંધિત પ્રાંત અધિકારી/નાયબ કલેકટરશ્રી ને અપીલ કરીને દાદ મેળવી શકે છે પરંતુ દિવાની કોર્ટ ના હુકમનામાં અન્વલયેની કાર્યવાહી સામે વાંધો હોય તો ફકત ઉપલી કોર્ટ માં જ અપીલ કરવાની રહે છે.

પ્રતિ અધિકારી/નાયબ કલેકટરશ્રીને કર વામાં આવેલી અપીલ માં સફળતા ન મળે તો શું કરવુ.

આવા કિસ્સાક માં સંબંધિત પ્રાંત અધિકારીના નિર્ણય માટે જિલ્લાર કલેકટરશ્રીને રીવીઝન કરીને દાદ મેળવી શકાય છે. અપીલ સામે પ્રાંત અધિકારીના હુકમની પ્રમાણિત નકલ સામેલ કરવાની રહે છે.


 
જિલ્લા કલેકટરશ્રીને કરવામાં આવેલી અપીલમાં પણ સફળતા ન મળે તો કોની પાસેથી દાદ મેળવી શકાય.

ગુજરાત જમીન મહેસૂલ નિયમ ૧૦૮ (પ) મુજબ કલેકટરશ્રીને હુકમ ઉપર અપીલ કરવાની કોઇ જોગવાઇ નથી. પરંતુ રાજય સરકારને આવા હુકમની કાયદેસરતા કે ઔચિત્ય તા વિષે પોતાની ખાતરી કરવા આવુ રેકર્ડ મંગાવી તપાસવાનો અધિકાર છે અને તેમાં રાજય સરકારને લાગે કે કલેકટરશ્રીનો હુકમ ફેરવવો જોઇએ કે રદ કરવો જોઇએ તો રાજય સરકાર તે અંગે યોગ્ય્ લાગે તેવા હેકમ કરી શકે છે.


 

કોઇ ખેડૂત / વ્યકિત એ પોતાની જમીન અન્ય ખેડૂત ને તબદીલ કરવી હોય તો કોઇ બાબતમાં નિયંત્રણ છે.

હા, ગુજરાતના અનુસુચિત વિસ્ત ચર તરીકે જાહેર થયેલ વિસ્તા ર મા કોઇ આદિવાસી એ ધારણ કરેલી કે તેમને સરકારે જાતખેતી માટે આપેલી ખેતીની કે બિનખેતી ની જમીન બીજી કોઇ વ્યરકિત ને ભલે તે ખેડૂત હોય કે આદિવાસી હોય પરંતુ કલેકટરશ્રીની પુર્વમંજુરી વિના તબદીલ કે વેચાણ થઇ શકતી નથી. અને જો આવી કાર્યવાહી પુર્વમંજુરી સિવાય કોઇપણ થઇ હોય તો ગેરકાયદેસર છે. આમા ખેતી વિષયક હેતુ માટે લોન લેવા સહકારી કે જમીન વિકાસ બેંકને જમીન તારણ આપવાનો સમાવેશ થતો નથી.




સરકારશ્રીના મહેસુલ વિભાગના તા. ૩/૫/૨૦૧૧ ના ઠરાવ મુજબ આવી જમીનો ખેતીથી ખેતીના હેતુ માટે સૌપ્રથમ જુની શરતની કરાવવાની થાય. જેના અધિકાર મામલતદારશ્રીને છે. જેથી આપને જનસેવા કેન્‍દ્ર માંથી આ અંગે નિયત થયેલ નમુનાની અરજી મેળવી મામલતદારશ્રીને અરજી કરવાની રહે. સદર જમીન ખેતીના હેતુ માટે જુની શરત થયા બાદ / ગામ દફતરે અમલ થયા બાદ આપ ખેડુત ખાતેદમારને જમીન વેચાણ કરી શકો.

સીટી સર્વે વિસ્તાર ની સરકારી જમીન મારે રહેણાંક હેતુ માટે શકય એટલી જડપથી વેચાણ કેવી રીતે મળે?

આ અંગે જનસેવા કેન્‍દ્ર માંથી સરકારી પડતર જમીન મેળવવા અંગેનું નિયત નમુનાનું ફોર્મ મેળવી સંબંધિત મામલતદાર કચેરીમાં રજુ કરવી જેથી તે અંગેની વિધિસરની દરખાસ્‍ત તૈયાર થઇ આવ્‍યેથી માંગણી નિયમ મુજબની / જોગવાઇ મુજબની જણાય તો, પ્રવર્ત્‍માન બજાર કિંમત વસુલ લઇ જમીન આપી શકાય છે.

પોત ખરાબા વર્ગ-અ ની જમીન ખાતામાં ભેળવવા શું કરવું ?

આ અંગે સંબંધિત મામલતદારશ્રીને અરજી કરવાની રહે. તેઓ જમીન મહેસુલ નિયમો નિયમ - ૭૫ ધ્‍યાને લઇ માંગણી નિયમાનુસાર / જોગવાઇ અનુસરની જણાયેથી પોત ખરાબો ખાતામાં ભેળવવા હુકમ કરશે. જે હુકમ ની નકલ ડી.આઇ.એલ.આર કચેરી તરફથી ગયેથી જરૂરી માપણી તથા કાયમ દરનું પત્રક તૈયાર કરી પ્રાંત અધિકારીશ્રીને મંજુરી અર્થે સાદર કરશે.

ખાનગી સંસ્થાને શૈક્ષિણક હેતુ માટે સરકારી પડ તર જમીન જોઇએ છે.?

સૌપ્રથમ આપે જમીન પસંદ કરી હોય તે જમીન જે તાલુકામાં આવતી હોય તે તાલુકાના મામલતદાર ને જનસેવા કેન્‍દ્ર માંથી નિયત નમુનાનું ફોર્મ મેળવી અરજી કરવાની રહે છે. જે અંગે દરખાસ્‍ત તૈયાર થયેથી માંગણી નિયભોનુસાર / જોગવાઇ અનુસાર ની જણાયેથી સરકારશ્રી મારફત જરૂરી પ્રવર્તમાન / બજાબ કિંમત વસુલ લઇ માંગણી મુજબની જમીન ફાળવવામાં આવે છે.

મારી જમીન બાવળા નગરપાલિકા વિસ્તાર માં આવેલ છે. તે બીનખેતીમાં ફેરવવા શું કરવું?

બાવળા નગરપાલિકા તે સી વર્ગની નગરપાલિકા છે. સી વર્ગ ની નગરપાલિકામાં આવેલ જમીનોની બીનખેતીની મંજુરી આપવાના અધિકારો પ્રાંત અધિકારીશ્રી ને છે. જેથી તમોને સંબંધિત મામલતદાર કચેરીમાંથી નિયત નમુનામા; અરજી ફોર્મ મેળવી રજૂ કર્યેથી આગળની જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

મને સાંથણી માં જમીન ફાળવવામાં આવેલ પરંતુ તેની કબજા હકકની રકમ ભર વા જે તે સમયે ખેત ધિરાણ
મંડળી માંથી લોન લીધેલ જે ન ભરી શકતા મારી જમીન સરકાર દાખલ થયેલ છે. જે પરત મેળવવા શું કરવું.?

સરકારશ્રીના મહેસુલ વિભાગના છેલ્‍લા સુધારા જાહેરનામા તા. ૨૦/૦૭/૨૦૦૯ મુજબ આવા કારણોસર જેઓની જમીન સરકાર દાખલ થયેલ હોય, અને તેની પચ્‍ચીસ વર્ષ ઉપરનો સમય થઇ ગયેલ હોય તો સદર ઠરાઠની જોગવાઇ ધ્‍યાને લઇ જમીન રીગ્રાન્‍ટ કરી શકાય છે. જેથી આપને સંબંધિત મામલતદારશ્રી/ પ્રાંત અધિકારીશ્રીને જરૂરી વિગતો સહ અરજી કરવાની રહે.

મારી ખેતીની જમીન ઔધોગિક હેતુ માટે કંપનીને વેચાણ કરી શકું?

હા, કોઇ કંપની પ્રમાણિત ઔધ્યોગિક હેતુ માટે ખેતીની જમીન ખરીદ કરી શકે છે. પરંતુ તેમણે સંબંધિત અધિકારીના સર્ટીફીકેટ હકારાત્‍મક હોવાની ખાત્રી કરવાની રહે છે.

મારી ખેતીની જમીનમાં મારે પોતાનું રહેણાંક બનાવવું છે તો શું બીનખેતીની મંજૂરી મેળવવી પડશે.???

ગ્રામ્‍ય વિસ્‍તારમાં ખેતી ની કુલ જમીનના ૧૦ % જમીન માં કબજેદાર પોતાના રહેણાંક ના હેતુ સારૂ મકાન બનાવી શકે છે. જે અંગે પરવાનગી મેળવવાની રહેતી નથી.

મારે ખેતીની જમીન બીનખેડૂત ને વેચાણ કરવી છે તો શું મંજુરી મળે?

જે વ્‍યકિત / સંસ્‍થા / કંપની કે જે બીનખેડૂત છે તે ખેતીની જમીન ખરીદવા માંગે તો, તેણ ગ.ધા.ક. ૬૩ નિયમ-૩૬ હેઠળ મંજુરી મેળવવાની રહે.

જમીન બીનખેતી થયેલ છે, અને પાછી ખેતીની જમીનમાં ફેરવી શકાય?

હા, પરંતુ નિયમ મુજબ શરતભંગ ગણાતા નિયમ મુજબની દંડ ની રકમ ભરપાઇ કરવાની થાય.

મે સને ૨૦૧૦ માં જમીન વેચાણ કરી ત્યારબાદ હવે પછી મારપ્ પાસે ખેતીની જમીન બાકી રહેતી નથી હું શું અન્ય ખેતીની જમીન ખરીદી શકું.

આપ ખેતી ની જમીન વેચાણ કર્યા તારીખ થી ૧૮૦ દિવસ ની અંદર ખેતીની જમીન વેચાણ રાખી શકો છો. અને જો આ સમય મર્યાદામાં જમીન વેચાણ રાખી હોય તો જ નિયમ મુજબ સક્ષમ અધિકારી ને અરજી કરી અગાઉ ધારણ કરતા હતા તે અનુંસંધાને ખેડુત પ્રમાણપત્ર મેળવી શકો છો.

ગામતળ ધર થાળનપ્ પ્લોટનીં માંગણી કરવી છે.?

જનસેવા કેન્‍દ્ર માંથી પરિશિષ્‍ટ -૧/૧ મુજબ ની અરજી મેળવી તેમાં જણાવેલ પુરાવા સહિત પ્રાંત અધિકારીશ્રીને અરજી કરવાથી કાર્યવાહી થઇ શકે છે.

સામાજીક વનીકરણ ગ્રામ પંચાયતની જમીનની જરૂરીયાત છે.

જનસેવા કેન્‍દ્ર માંથી પરિશિષ્‍ટ -૧/૫ મુજબની અરજી મેળવી તેમાં જણાવેલ પુરાવા સહિત વન વિભાગના સક્ષમ અધિકારીશ્રીને અરજી કરવાથી કાર્યવાહી થઇ શકે છે.

મીઠા ઉધ્યોગ માટે જમીન ભાડાપટે મળી શકે.?

જનસેવા કેન્‍દ્ર માંથી પરિશિષ્‍ટ -૧/૧૪ મુજબની અરજી મેળવી તેમાં જણાવેલ પુરાવા સહિત કલેકટરશ્રીને અરજી કરવાથી કાર્યવાહી થઇ શકે છે.

ગામના નમુના હવેથી અોનલાઇન ૭/૧૨ (માત્ર ૭ હો) અને ૮ અને ૬ (મેન્યુઅલ નહિઁ હો, માત્ર કોમ્૫યુટરાઇઝડ)


 

દરેક જણને ૫ોતાની ભાષામાં લખવાની અલગ જ મજા અાવતી હોય છે, જોવાની અને વાંચવા અને સાંભળવા માટે ૫ણ ૫ોતાની માતૃભાષાથી વિશેષ મહત્વ કોઇ બીજી ભાષાને અ૫ાય નહીં. અ૫ાઇ ૫ણ જાય તો થોડીવાર અેમ થાય કે, મારી માતૃભાષા જેવી બીજી કોઇ ભાષા નથી. અાજે હુ્ં મારા બલોગ ૫ર થોડી છણાવટ સાથે ઇ-ધરા વિશે લખવા જઇ રહ્યો છું.

સરકારશ્રી દ્વારા ગામ નમૂના નં.૭ (VF7) એટલે જમીનનો આધાર હવે કમ્પ્યુટરની એક ક્લિકે જોઇ શકાશે. Web Link: http://anyror.gujarat.gov.in જોઇએ તેનો થોડો ઇતિહાસ:


 

શરૂઆત:

પહેલાં ખાતેદારે પોતાના જમીનના આધારો - ગામ નમૂના નં.૬, ૭, ૮-અ, ૧૨ના ઉતારા લેવા માટે જેતે મામલતદાર કચેરી ખાતે જવું પડતું. ત્યારબાદ તેનો ઉકેલ લાવવા સરકાર દ્વારા એક બહુ જ ઉપયોગી સેવા કે જેનાથી જમીનનું મહેસૂલી રેકર્ડ જેતે ગામે જ ખેડુતને મળી રહે, તેને માટે ઇ-ગ્રામ અંતર્ગત જાન્યૂઆરી ૨૦૦૬માં RoR@Village પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી.

RoR@Village અંતર્ગત જેતે ગામે જ ખાતેદાર પોતાની જમીનનારેકર્ડની ઓથોરાઇઝ્ડ નકલ પ્રાપ્ત કરી શકે. અહીં ગામ નમૂના નં.૬, ૭, ૮-અ, તથા ૧૨ ચારેય નમૂનાઓની નકલો મળી શકે છે. શરૂઆતમાં આ પ્રોજેક્ટ ૧૬૬ તાલુકાઓના ૨૨૭૯ ગામોમાં શરૂ કરાયો, ત્યારબાદ આજે લગભગ ગુજરાતના તમામા ગામોમાં કે જ્યાં ગ્રામપંચાયત છે, ત્યાંના ઇ-ગ્રામ કેન્દ્રો ખાતે સક્રીય છે.

બીજી એક સફળતાની વાત કે RoR@Villageને ઉત્તમ સેવા પહોંચાડવાની શ્રેણીમાં Microsoft Award પણ મળેલ છે. આ પ્રોજેક્ટ દ્વારા ખાતેદારને પોતાના તાલુકામાં જવું પડતું નહીં, અને માત્ર ગામમાં આવેલ પોતાના ઇ-ગ્રામ કેન્દ્ર ખાતે જઇ, ગામ નમૂના નં.૬, ૭, ૮-અ, કે ૧૨ની નકલ મેળવી શકતો. આમ, છતાં ટેક્નોસેવી લોકોને આવું ગમે ખરૂ?

હું ઘણા સમયથી વિચાર કરતો કે બીજા રાજ્યોમાં આપણી પહેલાં ગામ નમૂનાઓ ઓનલાઇન છે. હું ક્યારેક ફ્રી હોંઉ, ત્યારે બીજા રાજ્યોની મહેસૂલી/જમીન રેકર્ડની વેબસાઇટો સર્ફ કરતો. ત્યારે જાણવા મળતું કે ગુજરાત કરતાં પણ કેટલાક રાજ્યો આ બાબતમાં આગળ છે.

ત્યારે મને થતું કે આપણે ત્યાં તો છેક ૨૦૦૫થી જમીનનું મહેસૂલી રેકર્ડ ઓનલાઇન છે, તો પછી હવે તેને ઇન્ટરનેટ પર પબ્લીક રેકર્ડ તરીકે કેમ મુકી ન શકાય? પરંતુ હું એવું વિચારીને મારા મનને મનાવી લેતો કે સેક્યુરીટી રિઝન હોઇ શકે કે પછી સર્વર પર ખોટો લોડ ન પડે એટલા માટે રેકર્ડ ઓનલાઇન નથી કર્યું.

પરંતુ મારી એ મહત્વાકાંક્ષા પૂર્ણ થઇ ગઇ. શરૂઆતમાં સરકાર દ્વારા એક સમિતી રચવામાં આવી, જેમાં NIC, GIL, SMC, મહેસૂલ વિભાગ મળી વિચારણા કરવામાં આવી કે મહેસૂલી રેકર્ડને ઇન્ટરનેટ પર મુકવા શું કરવું જોઇએ. બધાના અભિપ્રાયો લીધા, અને નક્કી કરવામાં આવ્યુ કે ગુજરાતના કોઇપણ ખુણેથી કોઇ પણ ગામનું મહેસૂલી રેકર્ડ ઉપલબ્ધ થવું જોઇએ. આના માટે શરૂઆતમાં RoR@Villageમાં ફેરફાર કરવામાં આવ્યો.

હવેથી ઇ-ગ્રામ ખાતે કોઇ પણ જિલ્લાના કોઇ પણ તાલુકાના કોઇ પણ ગામનો ગામ નમૂના નં.૭ નિકળી શકે. ત્યારબાદ મામલતદાર કચેરી ખાતેથી અપાતા ગામ નમૂનાઓના સોફ્ટવેરમાં ફેરફાર કરવામાં આવ્યો. અને છેલ્લે ગઇ કાલે RoR@Villageને પબ્લીક વેબસાઇટ તરીકે સ્થાન આપવામાં આવ્યુ. RoR@Village હવે RoR @ Internet થઇ રહ્યું છે.

Post a Comment

Previous Post Next Post